શહેરા: ઉત્તરાખંડ રાજ્યના સહકારી વિભાગ ARCS અને જિલ્લા રજીસ્ટ્રારના પ્રતિનિધિઓએ પંચમહાલ ડેરીની મુલાકાત લીધી હતી
ઉત્તરાખંડ રાજ્યના સહકારી વિભાગ ARCS અને જિલ્લા રજીસ્ટ્રારના પ્રતિનિધિઓ દ્વારા પંચમહાલ ડેરીની મુલાકાત લેવામાં આવી હતી,જેમાં સૌપ્રથમ પંચમહાલ ડેરીના અધિકારીઓએ તેઓનું સ્વાગત કર્યું હતું,ત્યારબાદ મુલાકાતે આવેલા પ્રતિનિધિઓએ પંચમહાલ,મહીસાગર અને દાહોદ જિલ્લાના ખેડૂતો અને પશુપાલકો માટે ડેરી દ્વારા કરવામાં આવતી વિવિધ ડેરી અને વિકાસ પ્રવૃતિઓની માહિતી મેળવી હતી.