મુન્દ્રા: મુન્દ્રાના ધ્રબ ગામે ૮૦મા સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી: સરપંચ ઝરીનાબેન તુર્કના હસ્તે ધ્વજવંદન, બાળકોએ દેશભક્તિમાં રંગાયા
Mundra, Kutch | Aug 15, 2026 મુન્દ્રા તાલુકાના ધ્રબ ગામ ખાતે ૮૦મા સ્વાતંત્ર્ય દિવસની ઉત્સાહભેર અને ગરિમાપૂર્ણ માહોલમાં ઉજવણી કરવામાં આવી હતી. ધ્રબ પ્રાથમિક શાળાના પ્રાંગણમાં આયોજિત આ રાષ્ટ્રીય પર્વ પ્રસંગે ગામના સરપંચ શ્રીમતી ઝરીનાબેન અસલમભાઈ તુર્કના હસ્તે આન-બાન-શાન સાથે તિરંગો લહેરાવી સલામી આપવામાં આવી હતી.