માંડવી: પ્રિમોન્સૂન કામગીરી અંગે કોંગ્રેસ શહેર પ્રમુખ અરવિંદસિંહ જાડેજાએ ટકોર કરી
Mandvi, Kutch | May 29, 2026 હવામાન વિભાગ દ્વારા આગામી દિવસોમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. ત્યારે PGVCL ની માંડવી કચેરી તેમજ માંડવી નગરપાલિકા સામે શહેર કોંગ્રેસ પ્રમુખ અરવિંદસિંહ જાડેજા એ પ્રિમોન્સૂન કામગીરી અંગે ટકોર કરી હતી.તેમણે જણાવ્યું હતું કે વરસાદી મોસમ શરૂ થાય તે પહેલાં શહેરમાં વીજલાઈનોની તપાસ, ઝાડની ડાળીઓનું કટિંગ, ગટરો અને નાળાઓની સફાઈ સહિતની કામગીરી તાત્કાલિક હાથ ધરવી જરૂરી છે. જો સમયસર કામગીરી નહીં કરવામાં આવે તો વરસાદ દરમિયાન લોકોને મુશ્કેલીઓનો સામનો કરવો પડ