કુકરમુંડા: તાપીના મેણપુર ગામમાં દીપડાનો આતંક, બે બકરીઓનો શિકાર કર્યા બાદ વન વિભાગે પાંજરું મૂક્યું
તાપીના કુકરમુંડા તાલુકાના મેણપુર ગામમાં દીપડાની દહેશત ફેલાઈ છે. છેલ્લા 4 દિવસથી દીપડો ગામની આસપાસ જોવા મળે છે અને તેણે 2 બકરીઓનો શિકાર પણ કર્યો છે. સરપંચની રજૂઆત બાદ વન વિભાગે ગામમાં પાંજરું ગોઠવ્યું છે.