ખંભાત: ખંભાતના સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે બ્લડ ડોનેશન કેમ્પ યોજાયો
ખંભાતના સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે આજે બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કેમ્પનું આયોજન સામુહિક આરોગ્ય કેન્દ્રના અધિક્ષક ડોક્ટર દ્રષ્ટિબેન મકવાણાના અધ્યક્ષ સ્થાને તેમજ રેડ ક્રોસ સોસાયટી આણંદના સહયોગથી કરવામાં આવ્યું હતું.આ બ્લડ ડોનેશન કેમ્પમાં ખંભાત શહેરની વિવિધ સંસ્થાઓ, શિક્ષકગણ અને નાગરિકોએ ઉત્સાહપૂર્વક રક્તદાન કર્યું હતું અને ‘રક્તદાન મહાદાન’ ના સૂત્રને સાચા અર્થમાં સાબિત કર્યું હતું.