કોડીનાર તાલુકાના ઘાંટવડ ગામના મોરકાદા વિસ્તારમાં લાંબા સમયથી દહેશત ફેલાવનાર દીપડીને વન વિભાગે સફળતાપૂર્વક પાંજરે પૂરી છે. દીપડીની સતત અવરજવરથી સ્થાનિક ખેડૂતો અને ગ્રામજનો ભયના ઓથાર હેઠળ જીવી રહ્યા હતા. વન વિભાગની ટીમે સતર્કતા અને આયોજનબદ્ધ કામગીરી દ્વારા યોગ્ય સ્થળે પાંજરું ગોઠવી દીપડીને સુરક્ષિત રીતે ઝડપી લીધી હતી. ફોરેસ્ટ ગાર્ડ હરપાલસિંહ મકવાણા, દિનેશ ખસિયા અને રાજુ બાંભણિયાની નિષ્ઠાપૂર્વકની મહેનતને કારણે આ રેસ્ક્યુ કામગીરી સફળ રહી છે, જેનાથી સમગ્ર વિસ્તારમાં રાહતનો માહોલ સર્જાયો છે.
#our_sutrapada #girsomnath #instadaily #gujarat