ગીર સોમનાથ જિલ્લાના સુત્રાપાડા તાલુકાના મોરાસા નજીક આવેલી ખાનગી સિમેન્ટ કંપનીમાં કન્વર્ટર બેલ્ટમાં ફસાઈ જવાથી વાવડી ગામના મજૂર માનસિંહભાઈ બારડનું કરૂણ મોત નીપજ્યું છે. આ ઘટના બાદ આક્રોશિત પરિવારજનો અને ગ્રામજનો કંપની ખાતે પહોંચ્યા હતા અને મોતનું સાચું કારણ જાહેર કરવાની માંગ સાથે મૃતદેહ સ્વીકારવાનો ઇનકાર કર્યો હતો. આ ઘટના સેફ્ટીમાં બેદરકારીના કારણે બની છે કે અકસ્માત, તે પોલીસ તપાસ બાદ જ સ્પષ્ટ થશે.
#our_sutrapada #girsomnath #instadaily #gujarat #liveupdate