પોરબંદર: માનસિક બીમારીથી પીડિત 78 વર્ષીય વૃદ્ધે એસિડ પીધું, હોસ્પિટલમાં સારવાર ચાલુ
પોરબંદરના ઇન્દિરાનગરમાં રહેતા 78 વર્ષીય વૃદ્ધે માનસિક બીમારીના કારણે એસિડ પી લીધું હતું. ઘટના બાદ તેમને ભાવસિંહજી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. હાલ વૃદ્ધ ભાનમાં છે અને તેમની સારવાર ચાલુ છે.