ઘાટલોડિયા: એએમસી તંત્ર દ્વારા સરસપુર-રખિયાલ વોર્ડમાં ડિમોલિશનની કામગીરી કરાઈ
મ્યુનિસિપલ કોર્પોરેશનના ઉત્તર ઝોન દ્વારા સરસપુર-રખિયાલ વોર્ડ વિસ્તારમાં આજ રોજ ત્રિકમલાલ ચાર રસ્તાથી એવરેસ્ટ ચાર રસ્તા સુધીના આશરે 700 મીટર લંબાઈના અને 30.50 મીટર પહોળાઈના રોડલાઈનમાં આવતા બિન-રહેણાંક પ્રકારના કુલ 83 બાંધકામો સામે અમલીકરણની કાર્યવાહી સ્થાનિક પોલીસ બંદોબસ્ત સાથે હાથ ધરવામાં આવી.