બાવળા: આદરોડા ગામમાં હનુમાનજીની મૂર્તિનો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાયો
તા. 04/04/2026, શનિવારે બપોરે એક વાગે બાવળા તાલુકાના આદરોડા ગામમાં હનુમાનજી મહારાજની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાયો હતો. જેમાં સંત શ્રી જોધલપીર વંશજ શ્રી લાલદાસ બાપુ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. જોધલપીર જગ્યા કેશરડીનાં બાપુએ યુવાનોને વ્યસન મુક્તિનો સંદેશ આપ્યો હતો. શ્રી લાલદાસ બાપુનું યુવક મંડળ દ્વારા સાલ ઓઢાડી સ્મૃતિ ચિન્હ આપી સન્માન કરવામાં આવ્યું હતું.