ભાવનગર: વાળુકડ ગામે પ્રેમ લગ્ન નો ખાર રાખી યુવકની હત્યા થઈ હોવાનું પોલીસ તપાસમાં સામે આવ્યું
વાળુકડ ગામે ૨૮ માર્ચ ૨૦૨૬ના રોજ રાત્રે સાડા નવેક વાગ્યે પ્રેમ લગ્નનો ખાર રાખીને રવિ ઉર્ફે લાલા નામના યુવકની છરીના ઘા ઝીંકી નિર્મમ હત્યા કરવામાં આવી હતી. મૃતક રવિએ આરોપી મુના પ્રફુલ બલ્યાની દીકરી સાથે તેની મરજી વિરુદ્ધ લગ્ન કર્યા હોવાથી, મુનાએ કાવતરું રચીને શિહોરના હરેશ ઉર્ફે હરી અને કિશોર ઉર્ફે કિશન સહિતના શખ્સોને મોકલી આ હુમલો કરાવ્યો હતો. આ કેસમાં પોલીસે ઘટનામાં સંડોવાયેલા આરોપીઓને પોલીસે ઝડપી પાડી આગળની કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે.