દેત્રોજ રામપુરા: નારોલમાં લક્ષ્મીનિવાસ ફ્લેટમાં મારામારી, પોલીસે તપાસ હાથ ધરી
નારોલ વિસ્તારમાં આવેલા લક્ષ્મીનિવાસ ફ્લેટમાં સામાન હટાવવા જેવી નજીવી બાબતે પાડોશીઓ વચ્ચે લોહિયાળ ખેલ ખેલાયો છે. અહીં રહેતા દીપિકા રાઠોડ અને નરેશ રાઠોડ નામના દંપતીએ એક મહિલા પર લાકડીના દંડા વડે માથાના ભાગે જીવલેણ હુમલો કર્યો હતો. આ ગંભીર ઘટના અંગે ભોગ બનનાર મહિલાની ફરિયાદના આધારે નારોલ પોલીસે દંપતી વિરૂદ્ધ હત્યાના પ્રયાસ (Attempt to Murder)ની કલમો હેઠળ ગુનો નોંધી બંનેની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે.