ગારિયાધાર: ગારીયાધારમાં ગંદકીનો સામ્રાજ્ય જોવા મળ્યું
ગારીયાધાર શહેરમાં સફાઈ વ્યવસ્થાની વાસ્તવિકતા ચિંતાજનક બની રહી છે. શહેરના અનેક વિસ્તારોમાં કચરાના ઢગલા અને ગંદકીનું સામ્રાજ્ય જોવા મળી રહ્યું છે. ગંદકીને કારણે સ્થાનિક રહેવાસીઓને દુર્ગંધ, મચ્છર અને જીવજંતુઓના ઉપદ્રવનો સામનો કરવો પડી રહ્યો છે. સ્થાનિક લોકોનું કહેવું છે કે નિયમિત સફાઈ ન થતાં સમસ્યા દિવસેને દિવસે ગંભીર બની રહી છે. તેઓએ તંત્રને વહેલી તકે સફાઈ કામગીરી હાથ ધરી શહેરને ગંદકીમાંથી મુક્ત કરવાની માંગ કરી છે.