ગોધરા: ગોવિંદી બાયપાસ પાસે ટ્રક અને બાઇક વચ્ચે અકસ્માત, અકસ્માત ની ઘટના મા ITI ના વિદ્યાર્થીનું ઘટનાસ્થળે કમકમાટીભર્યું મોત
ગોધરા તાલુકાના ગોવિંદી બાયપાસ નજીક આજે એક ગમખ્વાર અકસ્માત ની ઘટના બની બેફામ ગતિએ આવતા ટ્રકે બાઇક સવાર યુવકને અડફેટે લેતા બાઈક સવાર યુવકનું ઘટનાસ્થળે જ કમકમાટીભર્યું મોત નીપજ્યું છે. ગોધરા તાલુકાના એરંડી ગામના વતની 27 વર્ષીય સંજયકુમાર રમણભાઈ સાંપા ITI ખાતે ઇલેક્ટ્રિશિયન ટ્રેડમાં અભ્યાસ કરતા હતા. આજે તેઓ પોતાની ટ્રેડની પરીક્ષા આપવા માટે બાઇક પર જઈ રહ્યા હતા. તે દરમિયાન ગોવિંદી બાયપાસ પાસે પસાર થતી વખતે ટ્રક અને બાઇક વચ્ચે જોરદાર ટક્કર થઈ હતી.