મહાત્મા ગાંધી ના ગુજરાત માં નિષ્ફળ રહેલ દારૂ બંધી રાજ્ય માં પાછલા અનેક વર્ષોથી અવાર નવાર અનેક વખત ઝેરી દારૂ નું સેવન, ડ્રગ્સ નુ સેવન ને કારણે અનેક લોકોના મોત થયાં છે, જેને કારણે યુવા ધન, બરબાદ થઇ રહેલ છે. આ દુષણ ને કારણે અનેક પરિવાર ને ખુબજ ગંભીર અસર થઈ રહેલ છે, સમાજ ને આ દુષણ થી બચાવવા સુરક્ષિત રાખવા દારૂબંધી નો કડક અમલ કરવો આવશ્યક, અને જરૂરી છે. પરંતુ રાજયમાં જે રીતે દારૂ ડ્રગ્સ નુ વેચાણ અને વપરાશ થઈ રહ્યો છે તે ગભીર, ચિંતા નો વિષય છે. ભાવનગર લઠ્ઠાકાંડ ના બનાવે તેર જિંદગી હોમાઈ ગઇ છે. ગુજરાત ગુનાખોરી નું હબ બની રહ્યું છે. રાજ્યમાં બૂટલેગરો, અસામાજિક તત્વો ને કાયદા નો કોઇજ ડર રહયો નથી ત્યારે રાજ્યમાં દારૂબંધી નો કડક અમલ થાય અને લઠ્ઠાકાંડ મા સંડોવાયેલા ઇસમો સામે સખ્ત કાર્યવાહી થાય તે માટે પંચમહાલ જિલ્લાના ગોધરા ખાતે જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા. પ્રમુખ અજીતસિંહ ભાટી નેતૃત્વમાં વિરોધ પ્રદર્શન સાથે બંધારણના ઘડવૈયા શ્રી બાબાસાહેબ આંબેડકર જી ની પ્રતિમા પાસે થી રૅલી સ્વરૂપે કલેકટર કચેરી એ પહોંચી જિલ્લા કલેકટર ને આવેદન પત્ર સુપ્રત કરી ગુજરાત ના મહામહિમ રાજ્યપાલશ્રી ને રજૂઆત સાથે દારૂબંધી ના ચુસ્ત અમલ ની માંગ કરી ભાવનગર લઠ્ઠાકાંડ ની ન્યાયિક તપાસ ની માગ કરવામાં આવેલ હતી. પંચમહાલ જિલ્લા કોંગ્રેસ દ્વારા યોજેલ આ કાર્યક્રમ મા કોંગ્રેસ આગેવાનો, હોદેદારો, કાર્યકરો મોટી સંખ્યામાં જોડાયા હતા
#panchmahalsamachar #news #panchmahalcongress
Godhra, Panch Mahals | Aug 24, 2026