શિનોર: શિનોર સહિતના ગામોમાં મોડી રાત્રે કડાકા ભડાકા સાથે વરસાદ વરસતાં અનેક ગામોમાં વીજળી ડૂલ થઈ જતાં અંધારપટ છવાયો.
Sinor, Vadodara | Jun 23, 2024 શિનોર સહિત ના ગામોમાં રાત્રી દરમિયાન અચાનક વાતાવરણમાં પલ્ટો આવ્યો હતો.જેને લઇને રાત્રી દરમિયાન કડાકા ભડાકા સાથે વરસાદ શરૂ થઈ ગયો હતો.વરસાદ શરૂ થતાં ની સાથે જ તરવા સહિત ના ગામોમાં વીજળી ડૂલ થઈ જતાં અંધારપટ છવાઇ ગયો હતો.જ્યારે વરસાદના પગલે રોડ રસ્તા પાણી પાણી થઇ જતાં વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ હતી.આ ઉપરાંત કડાકા ભડાકા સાથે વરસેલા ધોધમાર વરસાદને ખેડૂતોમાં ખુશીની લહેર પ્રસરી ગઇ હતી.