ગાંધીધામ: કંડલા બંદરે 153 વિન્ડ ટર્બાઇન બ્લેડનું હેન્ડલિંગ કરી નવો રેકોર્ડ બનાવ્યો
દીનદયાળ પોર્ટ ઓથોરિટી કંડલાએ રિન્યુએબલ એનર્જીના સાધનોના હેન્ડલિંગમાં નવો કીર્તિમાન સ્થાપિત કર્યો છે. કંડલા બંદરે 'MV KANG QI FU HUA' નામના જહાજમાં એક જ શિપમેન્ટમાં 153 જેટલી તોતિંગ વિન્ડ ટર્બાઇન બ્લેડ્સનું સફળતાપૂર્વક હેન્ડલિંગ કર્યું છે.આ ઐતિહાસિક કામગીરીમાં કુલ 1,67,675 CBM કાર્ગો વોલ્યુમ નોંધાયું છે, જે અત્યાર સુધીનું સૌથી વધુ છે.એસ ગ્લોબલ લોજિસ્ટિક્સ, સમુદ્ર મરીન અને જે.એમ. બક્ષી જેવા સહયોગીઓના સંકલનથી આ સિદ્ધિ મેળવવામાં આવી છે.