શિનોર: ગરાડી ગામે કૂવાની ઓરડીમાં આવી ચડેલા એક ઇન્ડીયન સ્પેક્ટીકલ કોબ્રા સાપનું ભારે જહેમત ઉઠાવી રેસ્ક્યું કરવામાં આવ્યું
Sinor, Vadodara | Jun 25, 2024 ગરાડી ગામે રહેતા રાજુભાઈ પટેલ ના ખેતરમાં આવેલ કૂવાની ઓરડીમાં આજે બપોરે 3 કલાકે એક ઇન્ડિયન સ્પેક્ટીકલ કોબ્રા સાપ આવી ચડતાં ત્યાં હાજર શ્રમિક મજૂરોમાં ભારે અફરાતફરી મચી જવા પામી હતી.જે અંગેની જાણ વાઈલ્ડ લાઈફ રેસ્ક્યું ટ્રસ્ટ વડોદરાના કાર્યકર અશોકભાઈ પટેલને થતાં તેઓ તાત્કાલિક ગરાડી ગામે પહોંચી કૂવાની ઓરડીમાં આવી ચડેલા એક ઇન્ડીયન સ્પેક્ટીકલ કોબ્રા સાપને આશરે દોઢ કલાક ની ભારે જહેમત ઉઠાવી રેસ્ક્યું કરી તેને શિનોર વન વિભાગને સુપરત કરાયો હતો.