આઈ.સી.ડી.એસ.અને મહિલા અને બાળ વિકાસ અધિકારીની કચેરી, દાહોદના સંયુક્ત ઉપક્રમે ‘નારી વંદન ઉત્સવ’ યોજાયો
આઈ.સી.ડી.એસ.અને મહિલા અને બાળ વિકાસ અધિકારીશ્રીની કચેરી, દાહોદના સંયુક્ત ઉપક્રમે સનરાઇઝ કોલેજ ઓફ નર્સિંગ દાહોદ ખાતે ‘નારી વંદન ઉત્સવ’ યોજાયો હતો. આ કાર્યક્રમ જિલ્લા પ્રોગ્રામ ઓફિસર ડૉ. સુધીર જોશીના અધ્યક્ષસ્થાને યોજાયો હતો.
કાર્યક્રમ દરમિયાન મહિલા અને બાળ અધિકારીની કચેરીના જેન્ડર સ્પેશિયાલિસ્ટ શ્રીમતી જહાંઆરા પઠાણ દ્વારા ઉપસ્થિત દીકરીઓને મહિલા સશક્તિકરણ, આત્મનિર્ભરતા અને નેતૃત્વ ક્ષમતા અંગે વિસ્તૃત માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું. આ સાથે મહિલા લક્ષી વિવિધ સરકારી યોજનાઓ અને અધિકારો અંગે જાગરૂકતા કેળવવા પર ભાર મૂકવામાં આવ્યો હતો.
ડૉ. સુધીર જોશીએ પોષણનું મહત્વ, કુપોષણની આડઅસરો તેમજ કિશોરીઓના સ્વાસ્થ્ય અને સુરક્ષા અંગે જરૂરી સાવચેતીઓની સમજ આપી હતી.
આ ઉપરાંત મહિલા સુરક્ષા અને અધિકારોને લગતા વિવિધ કાયદાઓ વિશે મા�
Dohad, Dahod | Aug 6, 2026