9 થી 17 ઓગસ્ટ દરમિયાન રાજ્યભરમાં 'હર ઘર તિરંગા અભિયાન-2026'નું આયોજન
ભારત સરકારના સંસ્કૃતિ મંત્રાલયના માર્ગદર્શન હેઠળ ગુજરાત સરકાર દ્વારા આગામી 9 થી 17 ઓગસ્ટ, 2026 દરમિયાન સમગ્ર રાજ્યમાં *'હર ઘર તિરંગા અભિયાન-2026'**નું વ્યાપક આયોજન કરવામાં આવશે.
*હર ઘર તિરંગા અભિયાન-2026* હેઠળ આજ રોજ નાયબ મુખ્યમંત્રીશ્રી હર્ષ સંઘવીએ વર્ચ્યુઅલ રીતે ઉપસ્થિત રહીને સૌને માર્ગદર્શન સહિત જરૂરી સૂચનાઓ આપી હતી. આ વિડિઓ કોન્ફરન્સ દરમ્યાન કલેકટરશ્રી સુરભિ ગૌતમ, જિલ્લા વિકાસ અધિકારીશ્રી હિરેન બારોટ, નિવાસી અધિક કલેકટરશ્રી જે. એમ. રાવલ., જિલ્લા યુવા વિકાસ અધિકારીશ્રી જીગ્નેશ ડાભી, જિલ્લા રમત ગમત અધિકારીશ્રી રાઠવા સહિત સંબંધિત અધિકારીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા.
આ અભિયાનનો મુખ્ય હેતુ દેશના દરેક નાગરિકમાં રાષ્ટ્રપ્રેમ, દેશભક્તિ અને રાષ્ટ્રીય ધ્વજ પ્રત્યે ગૌરવની ભાવના વધુ મજબૂત બનાવવાનો છે. અભિયાન દરમિયાન નાગરિકોને પોતાના ઘર, કચેરી, શૈક્ષણિક સંસ્થાઓ તથા જાહેર સ્થળોએ રાષ�
Dohad, Dahod | Aug 6, 2026