માંડવી: માંડવી ખાતે કથાકાર શાસ્ત્રી સંજયમહારાજનું અભિવાદન પ્રભાત ફેરી ગ્રૂપ તથા વિવિધ ગરબી મંડળો દ્વારા કરાયું
Mandvi, Kutch | Jun 10, 2026 માંડવી ખાતે શ્રી માંડવી લોહાણા મહાજન દ્વારા ‘સર્વે પિતૃ’ના મોક્ષાર્થે આયોજિત “શ્રીમદ્ ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞ કથા”માં ધાર્મિક અને ભક્તિમય વાતાવરણ વચ્ચે વિવિધ સંસ્થાઓ દ્વારા કથાકાર શાસ્ત્રી સંજયમહારાજનું અભિવાદન કરવામાં આવ્યું હતું.આ પ્રસંગે શ્રી આશાપુરા ગરબી મંડળ, શ્રી ચામુંડા ગરબી મંડળ તેમજ પ્રભાત ફેરી ગ્રૂપના સભ્યોએ કથાકાર સંજયમહારાજને શુભેચ્છાઓ પાઠવી તેમનું સન્માન કર્યું હતું.