વીંછીવાડી ખાતે બાયો સીએનજી પ્લાન્ટ શરૂ...
.ધાનેરા તાલુકાના વીંછીવાડી ખાતે બનાસ ડેરી અને સુઝુકી મોટર્સના સંયુક્ત સાહસથી બાયો સીએનજી પ્લાન્ટ અને ફિલિંગ્સ સ્ટેશનનું આજે વિધાનસભા અધ્યક્ષ અને બનાસ ડેરીના ચેરમેન શંકરભાઈ ચૌધરી ,કૃષિ મંત્રી જીતુભાઈ વાઘાણી અને સુઝુકી કંપનીના પ્રમુખ તોશિહીરો સુઝુકીના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું હતું .આ પ્રસંગે સુઝુકી મોટર્સ કંપની પ્રમુખ તોશીહીરો સુઝુકી અને વિધાનસભા અધ્યક્ષ અને બનાસ ડેરીના ચેરમેન શંકરભાઈ ચૌધરી સહિત રાજ્યના કૃષિમંત્રી જીતુભાઈ વાઘાણી, રાજ્યના પર્યાવરણ મંત્રી પ્રવીણભાઈ માળી સહિત અનેક આગેવાનોની ઉપસ્થિતિમાં ફિલિંગ સ્ટેશનને ખુલ્લું મૂકવામાં આવ્યું હતું.
વિધાનસભાના અધ્યક્ષ અને બનાસ ડેરીના ચેરમેન શંકરભાઈ ચૌધરીએ જણાવ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના ‘વેસ્ટ ટુ વેલ્થ’ અને ગોવર્ધન યોજનાના વિઝનને સાકાર કરવા બનાસ ડેરી સતત અગ્રેસર રહી છે. વૈશ્વિક ઓટોમોબાઇલ અગ્રણી સુઝુકી કંપનીના સહયોગ થકી રૂ.૨૫૦ કરોડના મૂડીરોકાણ થકી બૃહદ બનાસકાંઠા જિલ્લામાં બાયો-સીએનજી ક્રાંતિ આગળ વધી રહી છે. દામા ખાતે ૪૫ મેટ્રિક ટનથી શરૂ થયેલી આ સફર આજે ૪ કાર્યરત પ્લાન્ટ થકી દૈનિક ૩૪૦ મેટ્રિક ટન ક્ષમતાએ પહોંચી છે. આગામી સમયમાં થરાદ અને રાધનપુર ખાતે નવા બે પ્લાન્ટ આકાર લેશે. જિલ્લાના ૩૦ લાખ પશુધનના છાણ થકી ભવિષ્યમાં આવા ૧૦૦ પ્લાન્ટ સ્થાપવાની બૃહદ બનાસકાંઠાની ક્ષમતા છે. આ પ્રોજેક્ટ ક્લીન ફ્યુઅલની સાથે છાણના વૈજ્ઞાનિક મૂલ્યવર્ધન થકી જમીનનો ઘટતો ઓર્ગેનિક કાર્બન સુધારી પ્રાકૃતિક- ઝેરમુક્ત ખેતીને પ્રોત્સાહન આપશે, જેથી પશુપાલકોને દૂધ ઉપરાંત છાણમાંથી પણ આર્થિક ઉપાર્જન થશ
*બનાસ બાયો-સીએનજી બનાસ મોડેલ*
સુઝુકી ઈન્ડિયા અને એશિયાની સૌથી મોટી બનાસ ડેરીના સંયુક્ત ઉપક્રમે બનાસકાંઠાના ધાનેરા તાલુકાના વિંછીવાડી ખાતે બાયો-સીએનજી પ્લાન્ટ કાર્યરત કરવામાં આવ્યો છે. આ પ્લાન્ટમાં દરરોજ ૧૦૦ મેટ્રિક ટન ગોબરનું પ્રોસેસિંગ કરવાની ક્ષમતા છે અને સીએનજી પંપ મારફતે બાયો-સીએનજી ઉપલબ્ધ કરાવવામાં આવે છે.
#banasdairy #suzuki #localnews #dhanera #banaskantha
Dantiwada, Banas Kantha | Aug 26, 2026