ભારતીય સાંસ્કૃતિક વિરાસત અને સંસ્કૃત ભાષાના પ્રચાર પ્રસાર માટે ગુજરાત રાજ્ય સંસ્કૃત બોર્ડ ગાંધીનગર દ્વારા સંકૃત સપ્તાહ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે જે અંતર્ગત આજે વિવેકાનંદ વિદ્યાલય ખાતેથી સંસ્કૃત ગૌરવ યાત્રા શરૂ કરવામાં આવી હતી જે પ્રસંગે ધાનેરા મામલતદાર જે.આર.મહેતા , સંસ્કૃત ગૌરવ યાત્રા ધાનેરા તાલુકા સભ્ય સચિવ શંકરભાઈ પટેલ, વિવેકાનંદ વિદ્યાલય ધાનેરા આચાર્ય ગમનભાઈ, ડી.બી.પારેખ હાઈસ્કૂલના આચાર્ય નરેશભાઈ સહિત શિક્ષકો અને શાળાના વિધાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા . ઉપસ્થિત મહેમાનો દ્વારા દીપ પ્રાગટ્ય કરી યાત્રાની શરૂઆત કરવામાં આવી હતી જે શહેરના જાહેર માર્ગો પર ફરીને તાલુકા મિશ્ર શાળા નં ૧ માં પહોંચી હતી.જ્યાં સંસ્કૃત ભાષાના મહત્વ વિશે વિશેષ માર્ગદર્શન આપવામાં આવ્યું હતું
.
.
#sanskritgauravyatra #VivekanandVidhyalay #localnews #dhanera #banaskantha
Dantiwada, Banas Kantha | Aug 25, 2026