આણંદ શહેર: કરમસદ આણંદ મનપાની જીટોડિયા રોડ ઉપરની સોસાયટીમાં ઉમેદવારોએ મત માંગવા પ્રવેશવું નહીં તેવા બોર્ડ લાગ્યા
આણંદ મનપા વોર્ડ નંબર 13 માં જીટોડીયા રોડ ઉપરની સોસાયટીમાં ગટરનો અભાવ હોવાથી સ્થાનિકોએ કોઈ ઉમેદવારોએ મત માગવા પ્રવેશવું નહીં તેવા બોર્ડ લગાવી વિરોધ નોંધાયો. વોર્ડ નંબર 13 માં મહાવીર નગર આકૃતિ નગર ચૈતન્ય પાર્ક સહિત 300 થી વધુ સોસાયટીમાં 20,000 થી વધુ લોકો વસવાટ કરે છે જેઓ વર્ષોથી ગટર લાઈન ન હોવાથી ખાડ કુવા ઉપર નિર્ભર છે