ઘોઘંબા: કંકોડાકોઈ ગામના યુવાને અગ્નિવીર તાલીમ પૂર્ણ કરતાં ભવ્ય સ્વાગત
ઘોઘંબા તાલુકાના કંકોડાકોઈ ગામના યુવાન સોલંકી જયપાલસિંહ અજીતસિંહએ ભારતીય સેનાની અગ્નિવીર યોજના અંતર્ગત સફળતાપૂર્વક તાલીમ પૂર્ણ કરી પ્રથમ વખત વતન પરત ફરતાં તેમના સન્માનમાં ઘોઘંબા માતાજીના મંદિર ખાતે ભવ્ય સ્વાગત સમારોહ યોજાયો હતો.જયપાલસિંહે ભારતીય સેનામાં જોડાઈ કઠોર તાલીમ પૂર્ણ કરીને માત્ર પોતાના પરિવારનું જ નહીં, પરંતુ કંકોડાકોઈ ગામ અને સમગ્ર ઘોઘંબા તાલુકાનું ગૌરવ વધાર્યું છે. તેમના આગમન નિમિત્તે ગામજનોમાં ઉત્સાહ અને ગર્વનો માહોલ જોવા મળ્યો હતો.