માંડવી: ગોધરા ગામે ગેરકાદેસર રેતી વહન કરતા ડમ્પરને LCB એ ઝડપી પાડ્યું
Mandvi, Kutch | May 16, 2026 માંડવી પોલીસ સ્ટેશન વિસ્તારમાં લોકલ ક્રાઈમ બ્રાન્ચે રોયલ્ટી કે પાસ પરમિટ વગર રેતી વહન કરતા ડમ્પરને ઝડપી પાડ્યું હતું. પેટ્રોલિંગ દરમિયાન ગોધરા પીર ફળીયુ નજીકથી ડમ્પરને રોકી તપાસ કરતા રેતી ભરેલી હોવાનું સામે આવ્યું હતું. ડમ્પર ચાલક હુસેની ઝુસબ શઠીયા પાસે જરૂરી આધાર પુરાવા ન મળતા પોલીસે ડમ્પર ડિટેઈન કરી ખાણ-ખનીજ વિભાગને રિપોર્ટ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.