પોરબંદર: પોરબંદરમાં રસ્તો ભૂલેલા વૃદ્ધાનું ૧૮૧ અભયમ ટીમે પરિવાર સાથે કરાવ્યું મિલન
પોરબંદરમાં બે દિવસથી રસ્તો ભટકેલા અને માનસિક રીતે અસ્વસ્થ વૃદ્ધાને ૧૮૧ અભયમ ટીમે લાલપુર પોલીસની મદદથી તેમના પરિવાર સુધી પહોંચાડ્યા છે. આત્મહત્યાની વાત કરનાર મહિલાનું કાઉન્સેલિંગ કરી તેમને સખી વન સ્ટોપ સેન્ટરમાં સુરક્ષિત રાખી પરિવાર સાથે પુનઃમિલન કરાવવામાં આવ્યું હતું.