તારાપુર: રામનવમી પર્વ નિમિત્તે તારાપુર અને ખંભાત શહેરમાં પોલીસ દ્વારા ફૂટ પેટ્રોલિંગ યોજાઈ.
Tarapur, Anand | Mar 24, 2026 તારાપુર અને ખંભાતમાં શહેરમાં રામનવમી પર્વને પગલે શોભાયાત્રા રૂટ પર ફૂટ પેટ્રોલિંગ યોજાઈ હતી.તારાપુર અને ખંભાતમાં રામનવમી પર્વ નિમિત્તે કાયદો અને વ્યવસ્થા જાળવવા ખાસ અપીલ કરાઈ છે..મહત્વનું છે કે, પોલીસ દ્વારા તમામ માર્ગો પર સતત બાજ નજર રાખવામાં આવી રહી છે.કોઈ પણ અનિચ્છનીય ઘટના ન બને તે માટે સુરક્ષાઓ વધારી દેવામાં આવી છે. ફૂટ પેટ્રોલિંગ દરમ્યાન પી. આઈ, પી.એસ. આઈ સહીત પોલીસ જવાનો જોડાયા હતા.