ખંભાત: મીની સારંગપુર તરીકે ખ્યાતનામ વટાદરા ના શ્રી રોકડીયા દેવ હનુમાનજી મંદિરેથી ભવ્ય શોભાયાત્રા નીકળી, ભક્તોની ભીડ ઉમટી
મંદિર ટ્રસ્ટ દ્વારા હનુમાન જન્મોત્સવ અને દ્વિતીય પાટોત્સવને લઈને વિશાળ આયોજન કરવામાં આવ્યું છે, જેને લઈને સમગ્ર વિસ્તારમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો.તા. 1 એપ્રિલ 2026, બુધવારે વહેલી સવારે 5 કલાકે મંગળા આરતી સાથે ઉત્સવનો પ્રારંભ કરવામાં આવ્યો હતો.ત્યારબાદ સાંજે 5 કલાક સુધી, ચાંદીની છડી, ચાંદીની ચરણપાદુકા અને ચાંદીના છત્ર સાથે ભવ્ય શોભાયાત્રા ગામના મુખ્ય માર્ગો પર નીકળી હતી.આ શોભાયાત્રામાં ભક્તો, ગ્રામજનો અને વિવિધ મંડળો મોટી સંખ્યામાં જોડાયા હતા