કચ્છની ભારત-પાકિસ્તાન આંતરરાષ્ટ્રીય સરહદે અકરી BSF આઉટપોસ્ટ ખાતે રક્ષાબંધનની લાગણીસભર ઉજવણી કરવામાં આવી. ભાજપ મહિલા મોરચા અને વિવિધ સંગઠનોની મહિલાઓએ BSF જવાનોના કાંડે રાખડી બાંધી મીઠું મોઢું કરાવ્યું. બહેનોએ દેશની સુરક્ષા કરતા જવાનોના દીર્ઘ આયુષ્ય અને સલામતી માટે પ્રાર્થના કરી હતી. પરિવારથી દૂર ફરજ બજાવતા જવાનોને રાખડી બાંધી બહેનોએ પરિવાર જેવી લાગણીનો અહેસાસ કરાવ્યો. BSFમાં ફરજ બજાવતી મહિલા જવાનોએ પણ ઉપસ્થિત ભાઈઓને રાખડી બાંધી રક્ષાબંધન ઉજવ્યું હતું. કાર્યક્રમમાં સાંસદ વિનોદ ચાવડાએ જવાનોને મીઠાઈ આપી શાલ ઓઢાડી તેમનું સન્માન કર્યું હતું.
#RakshaBandhan #BSFJawans #KutchBorder #IndiaPakistanBorder #VinodChavda #HumDekhengeNews
Ahmadabad City, Ahmedabad | Aug 27, 2026