સાયલા પાસેથી રૂ. 26.89 લાખની કિંમતનું 35,864 લિટર શંકાસ્પદ જ્વલનશીલ પ્રવાહી ભરેલું ટેન્કર ઝડપાયું
રાજકોટ રેન્જ પોલીસે સુરેન્દ્રનગર જિલ્લાના સાયલા તાલુકાના ભાડુકા ગામના પાટિયા પાસે આવેલા આદિત્ય એગ્રો એનર્જી પંપના કમ્પાઉન્ડમાંથી રૂ. 26,89,800ની કિંમતનું 35,864 લિટર શંકાસ્પદ જ્વલનશીલ પ્રવાહી ભરેલું ટેન્કર (GJ-13-AX-3645) કબજે કર્યું છે. તપાસ દરમિયાન ઉત્તરપ્રદેશના ટેન્કરચાલક સુબોધકુમાર ગોકુલસિંહ સિસોદિયાએ અલગ-અલગ શંકાસ્પદ બિલ રજૂ કરતાં સમગ્ર જથ્થા અંગે શંકા ઊભી થઈ હતી. હાલ આ મામલે સાયલા પોલીસ સ્ટેશનમાં જાણવાજોગ નોંધ કરી પ્રવાહીના સેમ્પલ FSL તપાસ માટે મોકલવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે, જેના રિપોર્ટ બાદ જ પ્રવાહીનો સાચો પ્રકાર અને ગુણવત્તા સ્પષ્ટ થશે.
#positivepatdi #sayla #tanker #rajkotrangeteam #police