ઘોઘંબા: ઘોઘંબા તાલુકાના બાકરોલ ગામે કોઝ્વે પર પાણી ફરી વળ્યા,ભારે વરસાદથી વાહન વ્યવહાર ઠપ્પ, વાહનચાલકો અટવાયા
પંચમહાલના ઘોઘંબા તાલુકામાં ભારે વરસાદને કારણે બાકરોલ ગામ નજીકના કોઝવે પર પાણી ફરી વળ્યા છે, જેનાથી સ્થાનિક સંપર્ક માર્ગો પ્રભાવિત થતાં વાહન વ્યવહાર સંપૂર્ણપણે ઠપ્પ થઈ ગયો છે. પાણીનો પ્રવાહ વધુ હોવાથી કાર અને બાઈક ચાલકો રસ્તામાં અટવાયા હતા અને કોઝવેની બંને બાજુ વાહનોની લાંબી કતારો લાગી ગઈ હતી. ઘટનાની જાણ થતાં જ સ્થાનિક લોકો મદદ માટે પહોંચ્યા હતા. વહીવટી તંત્ર દ્વારા સુરક્ષાના ભાગરૂપે પાણી ઓછું ન થાય ત્યાં સુધી આ માર્ગનો ઉપયોગ ન કરવા નાગરિકોને અપીલ