શહેરા: શહેરામાં કમોસમી વરસાદ (માવઠું) વરસ્યો,ખેતી પાકને નુકશાન થવાની શક્યતા
ગુરુવારની રાત્રિ એ શહેરા સહિત ગ્રામ્ય વિસ્તારોમાં ભારે પવન ફૂંકાવાને કારણે ધૂળની ડમરીઓ ઉડી હતી,અને ભારે પવન ફૂંકાયા બાદ શહેરા સહિત આસપાસના વિસ્તારમાં ગાજવીજ સાથે કમોસમી વરસાદ એટલે માવઠાની શરૂઆત થઈ જતી. વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદની શરૂઆત થતાં જ શહેરા સહિત ગ્રામ્ય વિસ્તારોમાં કેટલીક જગ્યાએ વીજળી ગુલ થઈ હતી.