ગારિયાધાર: ગારીયાધાર: ગારીયાધાર-પાલિતાણા રોડ પર બે ટુ-વ્હીલર બાઈક વચ્ચે અકસ્માત સર્જાયો
ગારીયાધાર: ગારીયાધાર-પાલિતાણા રોડ પર બે ટુ-વ્હીલર બાઈક વચ્ચે અકસ્માત સર્જાતા એક મહિલા સહિત કુલ ત્રણ લોકો ઘાયલ થયા હોવાનું જાણવા મળ્યું છે. અકસ્માત બાદ સ્થાનિક લોકોની મદદથી તમામ ઘાયલોને સારવાર અર્થે ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જેમાંથી એક વ્યક્તિની સ્થિતિ ગંભીર હોવાનું જાણવા મળતાં તાત્કાલિક વધુ સારવાર માટે ભાવનગર રિફર કરવામાં આવ્યા છે. અકસ્માતનું ચોક્કસ કારણ હજુ સુધી જાણવા મળ્યું નથી. ઘટનાની વધુ વિગતોની રાહ જોવાઈ રહી છે