કંડલા એરપોર્ટ પરથી એકમાત્ર હવાઈ સેવા બંધ થતાં એરપોર્ટ હાલ સુમસામ બન્યું છે. કચ્છના સાંસદ વિનોદ ચાવડાએ એરપોર્ટના વિકાસ અને હવાઈ કનેક્ટિવિટી વધારવા કેન્દ્રીય ઉડ્ડયન મંત્રીને રજૂઆત કરી છે. કંડલા-મુંબઈ ઉપરાંત બેંગ્લોર અને હૈદરાબાદ માટે સીધી ફ્લાઇટ શરૂ કરવાની તથા રનવે વિસ્તરણની માંગ કરાઈ છે. ઉડાન યોજના હેઠળ નવી સેવાઓ શરૂ થાય તો કચ્છના ઔદ્યોગિક અને પ્રવાસન વિકાસને વેગ મળી શકે છે.
#KandlaAirport #KutchNews #FlightConnectivity #AviationNews #HumDekhengeNews