પોરબંદર: પોરબંદરમાં અકસ્માત: કારની ટક્કરથી મોપેડ સવારને ગંભીર ઈજા, પગમાં ફ્રેક્ચર
પોરબંદરમાં ડાયમંડ ટ્રાન્સપોર્ટ પાસે GJ-25-AA-0302 નંબરની કારે મોપેડને ટક્કર મારતા ચાલકને ગંભીર ઈજા પહોંચી છે. ઈજાગ્રસ્તને માથામાં, ગુપ્ત ભાગે ટાંકા આવ્યા છે અને પગમાં ફ્રેક્ચર થયું છે. કમલાબાગ પોલીસે તપાસ શરૂ કરી છે.