તિલકવાડા: તિલકવાડા નજીક ચાલતી ઇકો ગાડીમાં ભીષણ આગ: બે મુસાફરોનો આબાદ બચાવ
નર્મદાના તિલકવાડામાં કામસોલી અને ગોલા તલાવડી વચ્ચે ચાલતી ઇકો ગાડીમાં અચાનક આગ લાગતા ગાડી બળીને ખાખ થઈ ગઈ છે. ગાડીમાં સવાર બે વ્યક્તિઓ સમયસર બહાર નીકળી જતા મોટી દુર્ઘટના ટળી છે. ઘટનાસ્થળે તિલકવાડા પોલીસે પહોંચી તપાસ હાથ ધરી છે.