અમદાવાદના કલેક્ટર કચેરીની બાજુમાં આવેલી ચાની દુકાન પર ACBએ ટ્રાફિક પોલીસના ASIને અકસ્માત સંબંધિત અરજીના કામ માટે ₹10 હજારની લાંચ લેતા રંગેહાથ ઝડપી પાડ્યા હતા. તાજેતરમાં જ પોલીસ કમિશનરે ટ્રાફિક પોલીસને દંડ વસૂલવા કરતાં ટ્રાફિક નિયમન પર વધુ ધ્યાન આપવા સૂચના આપી હતી. આ સમગ્ર મામલે અન્ય કોઈ પોલીસ અધિકારી કે કર્મચારીની સંડોવણી છે કે નહીં તે અંગે ACB દ્વારા વધુ તપાસ કરવામાં આવી રહી છે.
( Ahmedabad, Traffic Police, current news, Bribery Case, Gujarat Police )
#Ahmedabad #currentnews #TrafficPolice #BriberyCase #GujaratPolice