માંડવી: માંડવીમાં દેશી હથિયાર સાથે બે ઝડપાયા
Mandvi, Kutch | Jun 5, 2026 કચ્છના માંડવી પોલીસ સ્ટેશન વિસ્તારમાં લોકલ ક્રાઇમ બ્રાન્ચ (LCB)એ કાર્યવાહી કરીને બે શખ્સોને દેશી બનાવટના તમંચા (કટ્ટા) અને અન્ય હથિયારો સાથે ઝડપી પાડ્યા છે. આરોપી અહેજાજઅહેમદ રજાકમીયા બુખારી અને મુશરફ રજાકમીયા બુખારી પાસેથી એક દેશી તમંચો, કારતૂસ, પિસ્તોલનો મેગેઝિન તથા વિવિધ પ્રકારના ચપ્પા સહિત કુલ અંદાજે ₹13,135નો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે. પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.