માંડવી: ગુજરાતમાં રાજકીય ગરમાવો: AAPનો આરોપ ભાજપ પોલીસનો દુરુપયોગ કરી રહી છે
Mandvi, Kutch | Apr 8, 2026 ગુજરાતમાં રાજકીય તણાવ વધતો જઈ રહ્યો છે. આમ આદમી પાર્ટી (AAP)ના નેતા કૈલાશ દાન ગઢવીએ ગંભીર આરોપ લગાવતા કહ્યું કે ભાજપ સરકાર પોલીસ તંત્રનો ઉપયોગ કરીને AAPના ઉમેદવારોને દબાણમાં લેવા પ્રયત્ન કરી રહી છે. તેમના જણાવ્યા મુજબ, ચૂંટણી પૂર્વે અનેક સ્થળોએ AAPના ઉમેદવારો અને કાર્યકરોને પોલીસ દ્વારા અટકાવવામાં આવી રહ્યા છે અથવા તેમને પૂછપરછના બહાને ઉપાડી લેવામાં આવી રહ્યા છે. ગઢવીએ આને લોકશાહી માટે ખતરનાક ગણાવી અને નિષ્પક્ષ ચૂંટણીની માંગ કરી.