માંડવી: માંડવીમાં સોનીની દુકાનમાં થયેલી ચોરીનો ગુનો ગણતરીના કલાકોમાં ઉકેલાયો
Mandvi, Kutch | May 5, 2026 માંડવી પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરીને ત્રણ આરોપીઓને ઝડપી પાડ્યા છે. ઝડપાયેલા આરોપીઓમાં સુનીતાબેન દીપક દતાણી ,મીનાબેન બુધીયા અને મમતાબેન બુધીયા નો સમાવેશ થાય છે. પોલીસે આરોપીઓ પાસેથી ચોરીમાં ગયેલ તમામ મુદ્દામાલ પણ રીકવર કર્યો છે, જેમાં દાગીનાની અંદાજિત કિંમત રૂપિયા ૧.૨૦ લાખ જપ્ત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.