માંડવી: કોડાય અને મદનપુરા ગામના લોકોને કોંગ્રેસના આગેવાન પ્રેમચંદભાઈ છેડા એ જાણો શું કહ્યું!!
Mandvi, Kutch | Apr 14, 2026 કોડાય અને મદનપુરા ગામમાં વર્ષોથી જર્જરીત હાલતમાં આવેલી પાપડીના પ્રશ્ને હજુ સુધી કોઈ નિરાકરણ આવ્યું નથી. સ્થાનિક લોકો લાંબા સમયથી આ સમસ્યાથી પરેશાન છે, છતાં તંત્ર દ્વારા યોગ્ય પગલાં લેવામાં વિલંબ થઈ રહ્યો છે. આ મુદ્દે કોંગ્રેસના આગેવાન પ્રેમચંદ છેડાએ તંત્ર અને સત્તાધારીઓ પર આકરા શબ્દોમાં પ્રહાર કરતા જણાવ્યું કે, “લોકોની મૂળભૂત સુવિધાઓ અંગે આટલો બેદરકાર વલણ યોગ્ય નથી. ગામના લોકો વારંવાર રજૂઆત કરે છે છતાં સમસ્યાનો ઉકેલ લાવવામાં ગંભીરતા દેખાતી નથી.