માંડવી: CEIR પોર્ટલથી બે ગુમ મોબાઈલ શોધી કોડાય પોલીસે પરત આપ્યા
Mandvi, Kutch | May 11, 2026 કોડાય પોલીસે CEIR પોર્ટલના માધ્યમથી બે ગુમ થયેલા મોબાઈલ ફોન શોધી અરજદારોને પરત આપ્યા હતા. તલવાણા ગામના ચૈતન્ય શિવાજી કાલેનો રૂપિયા 39,999 કિંમતનો મોબાઈલ અને કોડાયના નારણભાઈ ગાજપરીયાનો રૂપિયા 12,000 કિંમતનો મોબાઈલ શોધી આપતા “તેરા તુજકો અર્પણ” સૂત્રને સાર્થક કર્યું હતું.