ઘોઘંબા: ઘોઘંબા ગામમાં ભારે વાહનોના ત્રાસ સામે ગ્રામ પંચાયત મેદાને: પોલીસને લેખિત રજૂઆત
ઘોઘંબા ગ્રામ પંચાયતે ગામમાંથી પસાર થતા ઓવરલોડ અને ભારે વાહનો પર પ્રતિબંધ મૂકવાની માંગ સાથે રાજગઢ પોલીસને રજૂઆત કરી છે. શિવરાજપુરથી ગોધરા જતા વાહનો ગામના મુખ્ય માર્ગોનો ઉપયોગ કરતા હોવાથી સુરક્ષા જોખમાઈ છે. તાજેતરમાં બનેલો નવો રસ્તો નુકસાન પામવાની ભીતિ વ્યક્ત કરવામાં આવી છે. બજાર વિસ્તારમાં ભારે ટ્રાફિક અને અકસ્માતનો ભય પણ વધી રહ્યો છે. ગ્રામજનોમાં રોષ ફેલાયો છે. પંચાયતે જાહેર સુરક્ષા અને માર્ગ જાળવણી માટે આવા વાહનોના પ્રવેશ પર તાત્કાલિક પ્રતિબંધ અ