વડોદરા શહેર નજીક આવેલા કોટાલી ગામ ખાતે ગઈકાલે (18 જૂન 2026) સાંજના સમયે એક ગોડાઉનમાં ભીષણ આગ ફાટી નીકળતાં વિસ્તારમાં ભારે અફરાતફરી મચી ગઈ હતી. આગે જોતજોતામાં વિકરાળ સ્વરૂપ ધારણ કરતાં આસપાસના ગ્રામજનોમાં ભયનો માહોલ સર્જાયો હતો અને ધુમાડાના ગોટેગોટા દૂર સુધી દેખાતા મોટી સંખ્યામાં લોકો ઘટના સ્થળે એકત્ર થયા હતા. ઘટનાની જાણ થતાં જ વડોદરા ફાયર બ્રિગેડના બેથી વધુ ફાયર વિભાગના જવાનો સાથે તાત્કાલિક ગાડીઓ સ્થળ પર પહોંચી આગ પર કાબૂ મેળવવાની કામગીરી શરૂ કરી હતી. ફાયર ફાઈટરોએ યુદ્ધના ધોરણે પાણીનો મારો ચલાવી પાંચ જેટલા ટેન્કના પાણીનો ઉપયોગ કરીને ભારે જહેમત બાદ આગ પર કાબૂ મેળવ્યો હતો. જોકે ત્યાં સુધીમાં ગોડાઉનમાં રાખેલો લાખો રૂપિયાનો માલસામાન બળીને ખાખ થઈ ગયો હતો. સદ્દનસીબે આ દુર્ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી. પ્રાથમિક તપાસમાં આગ લાગવાનું કારણ શોર્ટ સર્કિટ હોવાનું સામે આવ્યું છે અને આગને કારણે લાખો રૂપિયાનું નુકસાન થયાનો અંદાજ વ્યક્ત કરવામાં આવ્યો છે.
#VadodaraNews #FireIncident #GodownFire #GujaratNews #FireBrigade #HumDekhengeNews

#VadodaraNews #FireIncident #GodownFire #GujaratNews #FireBrigade #HumDekhengeNews - Ahmadabad City News