બાપુનગર D-Mart પાસે AMTS બસમાં આગનો બનાવ
બાપુનગર D-Mart નજીક AMTS બસમાં વાયરિંગમાં શોર્ટસર્કિટ થતા અચાનક આગ લાગી હતી. ઘટનાની જાણ થતા ફાયરબ્રિગેડની ટીમ તાત્કાલિક સ્થળ પર પહોંચી અને ઝડપી કામગીરી કરીને આગ પર કાબૂ મેળવ્યો.
સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી. સમયસર થયેલી કાર્યવાહીથી મોટી દુર્ઘટના ટળી હતી. ઘટનાને પગલે થોડા સમય માટે વિસ્તારમાં લોકોના ટોળા એકત્ર થયા હતા, જ્યારે સંબંધિત વિભાગ દ્વારા આગળની તપાસ હાથ ધરવામાં આવી છે.
(AMTS Bus, Bapunagar, D-Mart, Fire Incident, Short Circuit)
#Amdavad #AMTS #Bapunagar #FireIncident #BreakingNews