ઘોઘંબા: હાલોલ તાલુકામાં ચોરી કરાયેલા કોપર વાયરનો જથ્થો સાથે એક ઇસમને હાલોલ રૂરલ પોલીસે ઝડપી પાડ્યો
હાલોલ તાલુકામાં ચોરી કરાયેલા કોપર વાયર સાથે એક ઈસમને હાલોલ રૂરલ પોલીસે ઝડપી પાડ્યો છે. બાસ્કા ગામેથી ઓટો રિક્ષામાં વાયર વેચવા નીકળેલા જમીલઅલી મકરાણી પાસેથી પોલીસે અંદાજે 97.2 કિલો કોપર વાયર, ઓટો રિક્ષા અને મોબાઇલ સહિત દોઢ લાખથી વધુનો મુદ્દામાલ કબજે કર્યો છે. ગત માર્ચ અને મે મહિનામાં સોલાર પ્લાન્ટમાંથી ડીસી કેબલ વાયર ચોરીની ફરિયાદો નોંધાઈ હતી. પોલીસે આ ગુનામાં સંડોવાયેલા અન્ય ચાર આરોપીઓને ઝડપી પાડવા તપાસ તેજ કરી છે.