મુન્દ્રા: મુંદ્રા-અંજાર હાઇવે પર ટોડા પાસે ગમખ્વાર અકસ્માત: કારની ટક્કરે બાઇકસવાર મોટા કપાયાના યુવકનું મોત
Mundra, Kutch | Sep 6, 2026 કચ્છના મુંદ્રા-અંજાર હાઇવે પર આવેલા ટોડા ગામ નજીક ગમખ્વાર માર્ગ અકસ્માત સર્જાયો છે. મોટા કપાયા ગામના વસંત કાનજી ઘેડા અને ગાંધીધામના મનોજ વેરશી ફુલિયા પોતાની હોન્ડા શાઇન બાઇક નંબર જીજે-૧૨-ડીઆર-૨૫૫૦ પર ટોડા માતાજીના દર્શન કરી પરત ફરી રહ્યા હતા. તે દરમિયાન ન્યૂ મહાદેવ રાજસ્થાન હોટેલ પાસે પૂરપાટ ઝડપે આવી રહેલી સફેદ કલરની ફોક્સવેગન વેન્ટો કાર નંબર જીજે-૧૨-સીડી-૯૧૪૩ ના ચાલકે તેમની બાઇકને જોરદાર ટક્કર મારી હતી.