ધંધુકા: ધંધુકા તથા આજુબાજુના ગામમાં વીજ ચોરીમાં સપાટો બોલાવ્યો
*ધંધુકા તથા આજુબાજુના ગામમાં વીજ ચોરીમાં સપાટો બોલાવ્યો.* 62 લાખ જેટલો દંડ ફાટકરવામાં આવ્યો. અમદાવાદ જિલ્લાના ધંધૂકા UGVCL પેટા વિભાગીય કચેરીના તાબા હેઠળના વિવિધ ગામો જેમ કે ખરડ, કોઠડીયા, રોજકા, ધંધૂકા સિટી, કોટડા, ગુંજાર, ભડિયાદ, ગોરાસુ તથા ઓતારીયા ગામોમાં વીજ ચોરી વિરોધી વિશેષ ચેકિંગ ઝુંબેશ હાથ ધરવામાં આવી. આ ઝુંબેશ દરમિયાન કુલ 30 સ્ક્વોડ દ્વારા 1,237 વીજ જોડાણોની તપાસ કરવામાં આવી હતી.