રાજકોટ પૂર્વ: વિવિધ 13 મંદિરોમાં ચોરી કરનારો ઇસમ માલિયાસણ ચોકડીથી ઝડપાયો, કુવાડવા પોલીસે ચાંદીના છતર સહીત 43,880નો મુદ્દામાલ જપ્ત કર્યો
આજે સાંજે છ વાગ્યે પ્રાપ્ત થતી માહિતી અનુસાર 13 અલગ અલગ મંદિરોમાં ચોરી કરનાર રીઢા તસ્કરને કુવાડવા પોલીસ ઝડપી પાડ્યો છે. આ બનાવની પ્રાપ્ત વિગતો મુજબ કુવાડવા પોલીસને મળેલ ચોક્કસ બાતમીના આધારે માલિયાસણ ચોકડી પાસેથી મયુરભાઈ ગોંઢા નામના રીઢા તસ્કરને નાના મોટા ચાંદીના છતર મળી રૂ. 43,880 ના મુદ્દા માલ સાથે ઝડપી પાડી તેના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.